અમદાવાદ ખાતે પોલીસ હૉર્સ રાઈડિંગ ક્લબનું ઉદ્દઘાટન
Live TV
-
ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ ઘોડા કેમ્પ ખાતે પોલીસ અશ્વ તાલીમ શાળા પોલીસ હોર્સ રાઈડિંગ ક્લબનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, પોલીસ વિભાગના અશ્વ દળમાં હાલ ૬૦૪ અશ્વો સેવારત છે. જેમાં નવા ૧૩૫ અશ્વો ઉમેરવામાં આવશે.
આ પ્રસંગે તેમણે ઉમેર્યુ હતું , કે ઘણા સમયથી અશ્વ તાલીમ શાળા ફરી શરૂ કરવા લોકોની માંગ હતી. ત્યારે અમદાવાદ સહિત ૧૩ જિલ્લાઓમાં પોલીસ અશ્વ તાલીમ શાળા શરુ કરાઇ છે. જેમાં ત્રણ મહિનાનો બેઝીક કોર્સ અને ત્યારબાદ ત્રણ મહિનાના એડવાન્સ કોર્સ થકી તાલીમ આપવામાં આવશે.
સોશિયલ મીડિયાનાં જમાનામાં મેદાન પરની પ્રવૃત્તિઓ અને રમત-ગમત ઓછી થતી જાય છે, તેવા સમયે અશ્વારોહણની તાલીમ યુવાનો અને વિદ્યાર્થીઓના ઘડતર માટે ઉપયોગી નીવડશે. અશ્વ તાલીમ શાળા પોલીસ અને પ્રજા વચ્ચે સેતુરૂપ સાબિત થશે. તેમણે જણાવ્યું કે ઘોડેસવારી વ્યક્તિને રોમાંચની સાથે શિસ્ત, સંયમ અને સજ્જતાની પણ અનુભૂતિ કરાવે છે.
