Skip to main content
Settings Settings for Dark

રાજ્ય સરકારે તબીબી શિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હીતલક્ષી નિર્ણય કર્યો

Live TV

X
  • કોરોનાની મહામારી અંતર્ગત રાજ્ય સરકારે વિદ્યાર્થી હીતલક્ષી એક નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી અંતર્ગત વેપાર -રોજગારને આર્થિક રીતે નુકશાન થતાં તબીબી શિક્ષણનો અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના વાલીઓને સહાયરૂપ થવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

    તે અંતર્ગત રાજ્યની સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. હસ્તકની આઠ મેડીકલ કોલેજ અને ડેન્ટલ કોલેજના વિદ્યાર્થીઓની ફી માં આ વર્ષે કોઇ વધારો કરનામાં આવશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું કે, સરકારી ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. ૩ લાખ, મેનેજમેન્ટ ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી રૂ. ૮ લાખ ૨૫ હજાર, અને એન.આર.આઇ. ક્વોટાની વાર્ષિક ટ્યુશન ફી ૨૦ હજાર યુ.એસ. ડોલર જે ગયા વર્ષે નિયત કરાઇ હતી. તે જ ફી આ વર્ષે પણ આ વિદ્યાર્થીઓએ, ભરવાની રહેશે. મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતાં કુલ ૩,૨૫૦ વિદ્યાર્થીઓને આ રાહતનો લાભ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply