દુરદર્શનની 'માસ્ક અપ ઈન્ડિયા' ઝુંબેશને પાટણવાસીઓએ આપ્યો મોટી સંખ્યામાં પ્રતિસાદ
Live TV
-
દુરદર્શન દ્વારા શરૂ કરવામાં આવેલી માસ્ક અપ ઇન્ડિયા ઝુંબેશને પાટણમાં પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. પાટણ વાસીઓએ આ ઝુંબેશને સમર્થન આપી અન્ય લોકોને પણ માસ્ક પહેરવા અપીલ કરી છે.
દુરદર્શનની અપીલ બાદ પાટણ શહેરમાં મુખ્ય બજાર અને મુખ્ય માર્ગો પર લોકો માસ્ક સાથે જોવા મળ્યા હતા. શહેરના પ્રબુદ્ધ નાગરિકોએ પણ દુરદર્શનના આ અભિયાનને આવકાર્યું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જ્યારે કોરોના સામે લડવા ડગલે ને પગલે અપીલ કરી રહી છે ત્યારે દુરદર્શનના આ પ્રયાસને લોકોએ પણ બિરદાવ્યો છે.
