અમદાવાદ જગન્નાથ મંદિરથી ભવ્ય જળયાત્રાનું પ્રસ્થાન
Live TV
-
ભગવાનની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવ્યો
જેઠ સુદ પૂનમ એટલે ભગવાન જગન્નાથનો જળયાત્રા મહોત્સવનો દિવસ અમદાવાદ જગન્નાથ મંદિરથી સવારે ભવ્ય જળયાત્રાએ પ્રસ્થાન કર્યું હતું. સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરેથી ગંગા પૂજન કરીને 108 કળશમાં જળ ભરીને જળયાત્રા પરત નિજમંદિરે પહોંચી હતી. તે પછી મંદિરમાં ભગવાનની પ્રતિમાને શાસ્ત્રોક્ત વિધિથી જળાભિષેક કરવામાં આવ્યો હતો. ષોડશોપચાર પૂજનવિધ બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવ્યો હતો. જળયાત્રા વખતે મીની રથયાત્રા જેવું જ વાતાવરણ સર્જાયું હતું. ગજરાજોને શણગારીને, તેમની પીઠ પર જળ કળશ મૂકીને પવિત્ર જળ મંદિરે લાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા તેમજ અમદાવાદના મેયર બીજલબહેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા
