અમદાવાદ જામા મસ્જિદમાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાજ અદા કરી
Live TV
-
મુસ્લિમ બિરાદરો દ્વારા ખુદા પાસે દેશની સુરક્ષા,સલામતી માટે તેમજ રાજ્યમાં સારો વરસાદ પડે તે માટે ઈબાદત કરી હિન્દૂ- મુસ્લિમ સૌને ભાઈચરા સાથે ઇદ ઉલ ફિત્ર ની શુભકામના પાઠવમાં આવી.
સમગ્ર દેશ રમજાન ઇદની ઉજવણી કરી રહ્યો છે. દેશભરમાં ઇદના પર્વની રોનક જોવા મળી રહે છે. ત્યારે ભાઈચારાના સંદેશને ઉજાગર કરતા આ પર્વ નિમિતે અમદાવાદ જામા મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ સામુહિક નમાજ અદા કરીને ઇબાગત કરી હતી. વડોદરા શહેરમાં પણ ઇદની રોનક જોવા મળી હતી. અહીં પણ મુસ્લિમ બિરાદરોએ ઉદ ઉલ ફિત્રની નમાજ અદા કરી અને એકબીજાને ઇદની શુભકામના પાઠવી હતી. પાટણ અને બોટાદમાં પણ મુસ્લિમ બિરાદરોએ મસ્જિદ, દરગાહમાં વિશેષ ઇબાદત કરીને આવતા વર્ષની સુખાકારી માટે પ્રાર્થના કરી છે. ખંભાળીયા ખાતે આવેલ ઇદગાહ પર સમસ્ત મુસ્લિમ સમાજ એકઠો થયો હતો અને રમઝાન ઇદની નમાઝ અદા કરી હતી. આ અવસરે મુસ્લિમ બિરાદરો દ્વારા ખુદા પાસે દેશની સુરક્ષા,સલામતી માટે તેમજ રાજ્યમાં સારો વરસાદ પડે તે માટે ઈબાદત કરી હિન્દૂ- મુસ્લિમ સૌને ભાઈચરા સાથે ઇદ ઉલ ફિત્ર ની શુભકામના પાઠવમાં આવી હતી. ગોધરામાં મુ્સ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને દેશની શાંતિ અને સુરક્ષા માટે દુવા માંગી હતી. તો આ તરફ ભાવનગરમાં અને પોરબંદરમાં પણ મુસ્લિમ બિરાદરોએ હર્ષભેર ઇદની ઉજવણી કરી હતી.
