Skip to main content
Settings Settings for Dark

સિંહ અને ઘુડખરનો પ્રજનન કાળ શરૂ

Live TV

X
  • ચાર મહિના માટે કચ્છ અને ગીર સોમનાથમાં ચાર માસ માતે પ્રવાસિઓને પ્રતિબંધ.

    સાસણ ગીર જંગલમાં સિંહ દર્શનનો છેલ્લો દિવસ હતો. 16જૂનથી 16 ઓકટોબર ચાર મહિના અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ રહેશે અને વનરાજો ચાર મહિનાનું વેકેશન માણશે. ચોમાસાની ઋતુ સિંહ સહીત વન્ય સૃષ્ટિઓનો પ્રજનન કાળ હોય છે. આ દિવસોમાં પ્રાણીઓને ખલેલ ન પડે તેમજ વરસાદને કારણે જંગલના રસ્તાઓ પણ પ્રભાવિત થતા હોય છે. રાજયના વન વિભાગ દ્રારા ગીર પ્રવાસીઓ માટે બંધ રાખવામા આવે છે. જૂનાગઢ મુખ્ય વન સૌરક્ષક ડી.ટી.વસાવડાએ જણાવ્યું હતુ કે પ્રવાસીઓની સુવિધા માટે દેવલિયા પાર્ક ખુલ્લું રહેશે. જયાં પ્રવાસીઓ જંગલ અને પ્રકૃતિનો આનંદ માણી શકશે.

    કચ્છનાં નાના રણમાં આવેલુ ઘુડખર અભ્યારણ હવે ચાર મહિના સુધી બંધ રહેશે. દર વર્ષે પંદર જૂનથી પંદર ઓક્ટોબર સુધી પ્રાણીના સંવનન કાળ દરમિયાન ઘુડખર અભયારણ્ય બંધ કરવામાં આવે છે. કચ્છનું નાનું રણ 4,953 ચોરસ કિલો મીટરના વિસ્તારમાં ફેલાયેલુ વિદેશી પક્ષી તેમજ ઘુડખરનું અભયારણ્ય છે. શિયાળામાં મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ અહીં આવતા હોવાથી આ અલભ્ય અને દુર્લભ પ્રાણીને નિહાળવા માટે હજારોની સંખ્યામાં પર્યટકો આવે છે. વન વિભાગે આજથી 15 ઓક્ટોબર સુધી અભ્યારણ બંધ રહેવાની જાહેરાત કરી છે. ગત વર્ષે જગ્યાની મુલાકાત લેનાર લોકોની સંખ્યા 16,000થી વધુની હતી. પર્યટકોના કારણે અભયારણ્યને 32 લાખથી વધુ રકમની આવક થઇ હતી. દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીની સંખ્યા ઉતરોતર વઘતી જાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply