Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ પોલીસ કમિશનરે ઈ કોર્મસ કંપનીઓના રિજનલ હેડ સાથે એક બેઠક યોજી

Live TV

X
  • આજે અમદાવાદ પોલીસ કમિશનરે એ.કે સિંઘની અધ્યક્ષતામાં ઈ કોર્મસ કંપનીઓના રિજનલ હેડ સાથે એક બેઠક યોજી

    આજે અમદાવાદ પોલીસ કમિશનરે એ.કે સિંઘની અધ્યક્ષતામાં ઈ કોર્મસ કંપનીઓના રિજનલ હેડ સાથે એક બેઠક યોજી હતી. જેમાં રોડ સેફ્ટી એક્ટનું ચુસ્તપણે પાલન થાય તે તાકીદ કરવામાં આવી હતી. વધુમાં ઈ કોમર્સ કંપની સાથે જોડાયેલા ડિલીવરી બોય દ્વારા ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન થાય અને જો તેમના દ્વારા નિયમોનો ઉલ્લઘન થશે તો પ્રતિ દિન રૂ. 500નો દંડ અને 25 હજારની મર્યાદામાં રહેવો જોઈએ. જો આ દંડ વધુ થશે તો યોગ્ય કાયદાકિય કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત પોલીસ કમિશનરે ઈ કોર્મસ કંપનીના લોકોને જણાવ્યું કે તેમના ડિલીવરી બોયને રોડ સેફ્ટીના નિયમોની તાલીમ અને જરૂરી માર્ગદર્શન આપે કારણે કે ઈ કોમર્સ કંપનીના લોકો સીધી રીતે લોકો સાથે જોડાયેલા છે અને તેમના દ્વારા ટ્રાફિકના નિયમોનું પાલન થાય તે આર્દશ પરિસ્થિતિ છે. ઉપરાંત કોઈપણ રોંગ સાઈડમાં વાહન હંકારતા લોકો તરફ પોલીસે સખત કાર્યવાહી કરી છે. જેના ભાગરૂપે દિવસ દરમિયાન સાડા ત્રણ લાખ રૂપિયાનો દંડ વસુલવામાં આવ્યો છે. અને આગામી દિવસમાં રોડ અને સેફ્ટીના નિયમોનું ચુસ્તપણે પાલન થાય તેના માટે પોલીસ સઘન કાર્યવાહી અને ડ્રાઈવ ચલાવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply