Skip to main content
Settings Settings for Dark

ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સુપ્રસિદ્ધ ડાકોર ખાતે અતિથિ ગૃહ લોકાર્પણ કરાયુ

Live TV

X
  • સર્કિટ હાઉસનું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલેના હસ્તે કરાયુ

    ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના સુપ્રસિદ્ધ ડાકોર ખાતે રોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ તેમજ સરકારી અધિકારીઓ પદાધિકારીઓ મહાનુભાવો પણ અવાર-નવાર ડાકોર ની મુલાકાતે આવે છે ત્યારે તેમને રહેવાની સવિધા ખાતર ચાર કરોડના ખર્ચે માર્ગ અને મકાન વિભાગ દ્વારા અત્યાધુનિક સગવડતા વાળું સરકારી અતિથિ ગૃહ બનાવવામાં આવ્યું છે.

    આ સર્કિટ હાઉસ નું લોકાર્પણ ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલેના હસ્તે કરાયુ હતુ. આ સાથે જ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના થામણા ગામે પ્રાથમિક આરોગ્ય સેન્ટર અત્યંત આધુનિક સુવિધાઓ વાળું ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે ખુલ્લુ મૂક્યું હતું. ગુજરાત રાજ્યના પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા 77 લાખના ખર્ચે અત્યાધુનિક સુવિધા વાળું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખુલ્લુ મુકતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નાગરિકોને ઝડપથી આરોગ્ય સેવાઓ મળી રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.આ પ્રસંગે પૂર્વમંત્રી રોહિત પટેલ ઉમરેઠ સંતરામ મંદિરના મહંત ગણેશદાસજી મહારાજ તેમજ આણંદ બીજેપીના હોદેદારો તેમજ થામણા ગામ તેમજ આજુબાજુના પ્રજાજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply