ગુજરાત ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા ગરબાનું આયોજન કરાયું
Live TV
-
ગુજરાત ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા ગઈકાલે અમદાવાદ ખાતે સૌપ્રથમવાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત ટૂર એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા ગઈકાલે અમદાવાદ ખાતે સૌપ્રથમવાર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું ટુર એન્ડ ટ્રાવેલ એસોસીએશનની 10 વિવિધ સંસ્થાઓ ના પરિવારજનોએ ગરબાની મોજ માણી હતી. ગુજરાત ટુરીઝમ થકી ગુજરાત એ સમગ્ર દેશ અને વિશ્વમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે ત્યારે ટુર અને ટ્રાવેલ્સ સંસ્થાઓ દ્વારા આગામી ૩૧ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી નું લોકાર્પણ થવાનું છે ત્યારે સરદાર સાહેબની આ પ્રતિમાના લોકાર્પણ બાદ ગુજરાત સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન પ્રાપ્ત કરશે. ત્યારે ગુજરાત ટુરિઝમના મેનેજર નિરવ મુનશી એ જણાવ્યું હતું કે ટ્રાવેલ્સ એસોસીએશનની એકતા દ્વારા આગામી દિવસોમાં ગુજરાતને પ્રવાસન ક્ષેત્રે વેગ મળશે.
