અમદાવાદ-પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવશે
Live TV
-
અડાલજમાં શિક્ષણ સંકુલ અને વિદ્યાર્થી ભવનની આધારશીલા રાખશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત પ્રવાસના બીજા અને અંતિમ દિવસે આજે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની શરૂઆત કરાવશે. સામાજિક સુરક્ષા સાથે જોડાયેલા આ યોજનાની જાહેરાત 1 ફેબ્રુઆરીએ રજૂ થયેલા વચગાળાના બજેટમાં કરવામાં આવી હતી. શ્રમયોગી માનધન યોજનામાં તમામ લોકો જોડાઇ શકે છે. જેમની આવક 15 હજાર પ્રતિમાસ કે તેનાથી ઓછી છે. આ યોજના હેઠળ સામેલ લોકોને 60 વર્ષની ઉમર બાદ 3 હજાર પ્રતિમાસ પેન્શન પ્રાપ્ત થશે. પ્રધાનમંત્રી આજે અડાલજમાં શિક્ષણ સંકુલ અને વિદ્યાર્થી ભવનની આધારશીલા રાખશે
