Skip to main content
Settings Settings for Dark

ભ્રૂણહત્યા અટકાવી, દિકરી બચાવવા માં ઉમિયાની સાક્ષીએ PM એ લેવડાવી પ્રતિજ્ઞા 

Live TV

X
  • જામનગરની મુલાકાત લીધા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાસપુરમાં ઉમિયા ધામના ભૂમિપૂજનમાં હાજરી આપી શિલાન્યાસનું અનાવરણ કર્યું હતું. મંદિરના નિર્માણના પ્રોજેક્ટની માહિતી મેળવીને પ્રધાનમંત્રીએ સભા સ્થળે મોટી સંખ્યાં હાજર રહેલા લોકોનું અભિવાદન ઝિલ્યું હતું. 

    આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, સ્વામી સચ્ચિદાનંજી મહારાજ, દિલીપદાસજી મહારાજ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહત્વનું છે કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા, સામાજિક એમ્પાવર્મેન્ટ હબ અને માં ઉમિયાના વિશ્વ કક્ષાના ભવ્યાતિભવ્ય મંદિરના નિર્માણનું કાર્ય  વૈષ્ણોદેવી સર્કલ નજીક જાસપુર ખાતે 100 વીઘા જમીનમાં  1,000 કરોડનાં ખર્ચે થશે. 

    અહીં વૈશ્વિક સ્તરના મંદિરની સાથે  પાટીદાર સમાજના સંપૂર્ણ ઇતિહાસને દર્શાવતું અલાયદું મ્યુઝિયમ પણ બનશે. આ પ્રસંગે ઉમિયા ધામ સંસ્થાના અગ્રણી , સી. કે. પટેલે , સભા સંબોધનમાં પ્રધાનમંત્રીનું સ્વાગત કરતા પાટીદાર સમાજ તરફથી પીએમનો આભાર વ્યક્ત કર્યો હતો. 

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કડવા પાટીદારના કૂળ દેવી ઉમિયા માતાના મંદિર  અને વિશ્વ ઉમિયા ધામનું કર્યું ભૂમિપૂજન - પ્રધાનમંત્રીએ જાસપુર ખાતે સભા સંબોધતા જણાવ્યું , કે દેશની આધ્યાત્મિક વ્યવસ્થા  એ સામાજિક ચેતનાનું કેન્દ્ર- સાથે જ ભ્રૂણહત્યા અટકાવવા દિકરીનું મહત્વ સમજાવી ઉપસ્થિત જન મેદનીને દીકરી બચાવવા માટે લેવડાવી પ્રતિજ્ઞા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply