મહાશિવરાત્રીએ PM મોદીએ ધોળેશ્વર મહાદેવના દર્શન કર્યા
Live TV
-
રાયસણ ખાતે માતા હીરાબાની પણ લીધી મુલાકાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે..ત્યારે ગઈકાલે શિવરાત્રીના પર્વ નિમિત્તે રાત્રી રોકાણ પહેલા પ્રધાનમંત્રીએ ગાંધીનગર નજીક આવેલા ધોળેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી અને રાયસણમાં માતા હીરા બાની મુલાકાત લીધી.પ્રધાનમંત્રીએ જામનગર, અમદાવાદમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ સાજે રાત્રી રોકાણ પહેલા તેમણે મહાશિવરાત્રીએ ગાંધીનગર નજીક આવેલા ધોળેશ્વર મહાદેવના દર્શન કરી પૂજા-અર્ચના કરી..

આ સમયે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઈ પટેલ પણ ધોળેશ્વર મહાદેવ મંદિરના દર્શને ગયા હતા. ધોળેશ્વર મહાદેવ મંદિરના પૂજારીએ પ્રધાન મંત્રીનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. મંદિરના મહંતશ્રી, ટ્રસ્ટીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિક-ભક્તોએ પ્રધાનમંત્રીનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતુ..બાદમાં પ્રધાનમંત્રીએ રાયસણમાં તેમના માતા હીરા બાની મુલાકાત લીધી હતી..

