અમદાવાદ મેટ્રો ટ્રેનના કોચ મુંદ્રા પોર્ટ ખાતે આવી પહોચ્યા
Live TV
-
રિવરફ્રન્ટ ખાતે ખુલ્લા મૂકવામાં આવશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મેટ્રોનો જાન્યુઆરી 2019 માં શુભારંભ થશે. આ મેટ્રો કોચનું ગુજરાતમાં આગમન થયું છે. કચ્છના મુદ્રા પોર્ટ ખાતે મેટ્રો ટ્રેનના કોચ આવી પહોંચ્યાં છે. હાલ મેટ્રોના પ્રથમ રૂટ માટેનાં કોચને ગુજરાતમાં લાવવામાં આવ્યા છે અને આ કોચને બે દિવસમાં અમદાવાદ ખાતે લાવવામાં આવશે. મેટ્રો ટ્રેનના આ કોચ શહેરની જનતા જોઈ શકે તે માટે તેને સાબરમતી રિવરફ્રન્ટ પર ખુલ્લા મુકવામાં આવે તેવી શક્યતા છે. મેટ્રો રેલવે કુલ 39.259 કિ.મી. જેટલા વિસ્તારોને આવરી લેશે. અમદાવાદમાં ડિસેમ્બર 2019 સુધીમાં મેટ્રોનું મોટાભાગનું કામ પૂર્ણ થઈ જશે. આ સાથે મેટ્રો સીટી અમદાવાદમાં દિન પ્રતિદિન વિકરાળ બની રહેલી ટ્રાફિકની સમસ્યામાંથી શહેરીજનોને રાહત મળશે
