આણંદમાં પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત , PMએ ચોકલેટ પ્લાન્ટનું કર્યુ ઉદ્ઘાટન
Live TV
-
ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર થશે
આણંદના મોગર ગામ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આજે અમૂલ ડેરીના રૂપિયા 1 હજાર 120 કરોડના વિવિધ છ નૂતન પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુર્હૂત કરશે. આ પ્રસંગે , રાજ્યપાલ શ્રી ઓ.પી.કોહલી મુખ્ય મંત્રી વિજય રૂપાણી, તેમજ નાયબ મુખ્ય મંત્રી નીતિનભાઇ પટેલ ઉપસ્થિત રહેશે. વડા પ્રધાન શ્રીના હસ્તે અમૂલ ડેરી દ્વારા રૂપિયા 770 કરોડના ખર્ચે નિર્માણ થયેલ વિવિધ ચાર પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ રૂપિયા 350 કરોડના ખર્ચે નિર્માણ થનાર ત્રણ પ્રકલ્પોનો શિલાન્યાસ કરવામાં આવશે. અમૂલના આ નૂતન પ્રોજેકટોથી રાજ્યના દૂધ ઉત્પાદકોને રૂપિયા 1 હજાર 500 કરોડથી વધુની આવક થશે. જેનાથી વડાપ્રધાન શ્રી નો વર્ષ-2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો સંકલ્પ સાચા અર્થમાં સાકાર થશે
