કેન્દ્રીય રાજ્યમંત્રી પુરૂષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત જન આંદોલન સમારોહ
Live TV
-
કેન્દ્રીય રાજ્ય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ સગર્ભા માતા, ધાત્રીમાતા, કિશોરીઓને કુપોષણથી બચાવવા આહવાન કર્યું હતું
દાહોદ ખાતે રાષ્ટ્રીય પોષણ અભિયાન અંતર્ગત માતા - બાળકોને પોષણયુક્ત ખોરાક માટે જાગૃતિ લાવવા માટે કેન્દ્રીય રાજ્ય કૃષિમંત્રી પુરૂષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને જન આંદોલન સમારોહ યોજાયો હતો. તેમણે જણાવ્યું હતું કે, સગર્ભા માતા પોષણક્ષમ આહાર, લીલા શાકભાજી લે તો આવનાર બાળકની તંદુરસ્તી જળવાશે. તંદુરસ્ત બાળક, તંદુરસ્ત સમાજથી તંદુરસ્ત દેશનું નિર્માણ થઈ શકે છે. તેમણે સગર્ભા માતા, ધાત્રીમાતા, કિશોરીઓને કુપોષણથી બચાવવા આહવાન કર્યું હતું. જશવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે, આ કાર્યમાં યોગદાન આપનાર આંગણવાડીની બહેનો, આશાવર્કરોના પગાર વધારો અને ગણવેશ માટે આયોજન કર્યું છે. આ પ્રસંગે જિલ્લા ક્લેક્ટર વિજય ખસડી, ચીફ ન્યુટ્રીશીયન યુનિસેફ ઇન્ડિયાના ડોક્ટર અર્જન દે વગ્તે એ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
