એ.ટી.એમ. ક્લોનિંગ થકી છેતરપિંડી કરતી ગેંગને ઝડપી લેતી એસ.ઓ.જી. ટીમ
Live TV
-
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડી.એસ.પી. સૌરભસિંઘે મોકલેલી એસ.ઓ.જી. ટીમે હરિયાણા રાજ્યના સોનીપતમાંથી સંદીપ રાજેન્દ્ર કૌશિક અને ગાંધીનગરમાં રહેતા શાંતનુ વિકાસ શર્માને ઝડપી લીધા છે
રાજ્યમાં વિવિધ જગ્યાએ છેલ્લાં ચાર પાંચ મહિનાથી એ.ટી.એમ. ક્લોનિંગના બનાવો વધતા હોવાની ફરિયાદ ઉઠી છે. તેઓ એસ.બી.આઈ.ના એ.ટી.એમ.ને નિશાન બનાવે છે. કારણ કે, ત્યાં સિક્યુરીટી સઘન હોતી નથી. વિવિધ જિલ્લામાંથી મળેલી ફરિયાદના પગલે જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિદેશક સુભાષ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ડી.એસ.પી. સૌરભસિંઘે મોકલેલી એસ.ઓ.જી. ટીમે હરિયાણા રાજ્યના સોનીપતમાંથી સંદીપ રાજેન્દ્ર કૌશિક અને ગાંધીનગરમાં રહેતા શાંતનુ વિકાસ શર્માને ઝડપી લીધા છે. તેમની પાસેથી 133 નકલી એ.ટી.એમ. કાર્ડ, ત્રણ બેન્ક પાસબુક, લેપટોપ તેમજ સાડા નવ લાખ રૂપિયા રોકડા કબજે કર્યા છે. તેમને જૂનાગઢ લાવીને સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
