જૂનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયો લોક દરબાર
Live TV
-
જિલ્લાના આગેવાનો અને અલગ અલગ સમાજના નેતા વેપારી એસોસિએશન પાલિકા પ્રમુખ સહિતના લોકોએ આ દરબાર માં હાજર રહી વેરાવળ કોડીનાર સહિત ટ્રાફીક સમસ્યા, કોસ્ટલ સિક્યુરિટી સહિત વિવિધ મુદ્દાને સ્પર્શતા સવાલો ઉઠાવ્યા
ગીરના વડામથક વેરાવળ પ્રાંત કચેરી ખાતે જૂનાગઢ રેન્જ આઈજી સુભાષ ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો હતો. જિલ્લાના આગેવાનો અને અલગ અલગ સમાજના નેતા વેપારી એસોસિએશન પાલિકા પ્રમુખ સહિતના લોકોએ આ દરબાર માં હાજર રહી વેરાવળ કોડીનાર સહિત ટ્રાફીક સમસ્યા, સ્કૂલ, ચોપાટી સહિતની જગ્યાઓ પર રોમીઓનો આતંક, કોસ્ટલ સિક્યુરિટી સહિત વિવિધ મુદ્દાને સ્પર્શતા સવાલો ઉઠાવ્યા હતા, તેના જવાબ આપતા અને ગુનાખોરી મામલે ગંભીર પગલાં લેવાની ખાતરી આપતા આઈજી ત્રિવેદીએ કહ્યું કે, વેરાવળ શહેર અને સોમનાથ મંદિરની સુરક્ષા મહત્વની છે માટે 240 સીસીટીવી કેમેરાથી શહેર અને વિવિધ વિસ્તારોમા બાજ નજર રખાશે તેમજ રોમીઓ સ્કવોડ બનાવશે. છેલ્લાં બે મહિનામાં સાત હજાર વાહન પર કાર્યવાહી કરી નવ લાખ રૂપિયા દંડ વસૂલાયો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
