રાજ્યમંત્રી રમણલાલ પાટકરના હસ્તે કરાયું ઝાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ
Live TV
-
ઝાવડા ગામની આસપાસના આશરે 27 હજારની વસ્તીને આ કેન્દ્રનો લાભ મળશે
ડાંગ જિલ્લાના વઘઈ તાલુકાના ઝાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના નવનિર્મિત મકાનનું લોકાર્પણ રાજ્યકક્ષાના વન અને આદિજાતિ વિકાસ મંત્રી રમણલાલ પાટકરના વરદહસ્તે કરાયું હતું. લોકાર્પણ કર્યા બાદ મંત્રી રમણલાલે જણાવ્યું હતું કે, ઝાવડા ગામની આસપાસના આશરે 27 હજારની વસ્તીને આ કેન્દ્રનો લાભ મળશે. ડાંગ જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં લોકોએ સરકારની આરોગ્ય લક્ષી યોજનાનો લાભ લેવો જોઈએ, અને પરિવારના આરોગ્યનું જતન કરવું જોઈએ. આરોગ્યલક્ષી અધિકારી વઢવાણીયાએ પ્રાસંગિક પ્રવચન કરી આરોગ્યલક્ષી યોજનાની છણાવટ કરી હતી. આ પ્રસંગે ઉચ્ચ અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
