સાબરકાંઠાના ઈલોલ ગામે 70 ફુટ ઉંડા બોરવેલમાં ગરકાવ રાહુલનું મોત
Live TV
-
હિંમતનગરના ઈલોલ ગામે 70 ફુટ ઉંડા બોરવેલમાં ગરકાવ થયેલા બાળકનું આખરે મોત થયું છે. છેલ્લા 12 કલાકથી જીંદગી અને મોત વચ્ચે ઝઝૂમતા રાહુલ નામનો બાળક જિંદગીનો જંગ હારી ગયો છે. ખેતરમાં રહેતા આદિવાસી પરિવારના રાહુલને બચાવવા માટે તંત્રએ યુદ્ધના ધોરણે કાર્યવાહી કરી હતી. હિંમતનગર, અમદાવાદ ફાયરબ્રિગેડ સહિત ડિઝાસ્ટર વિભાગની ટીમો લાંબા સમયથી રેસક્યુ કરી રહી હતી. પરંતુ તેમાં આખરે સફળતા મળી નહોતી. બોરવેલમાં કેમેરો ઉતારી બાળકની હલચલ પર નજર રાખવામાં આવી રહી હતી. તો 108ની ટીમ દ્વારા સતત બોરવેલમાં ઓક્સિજન પણ સપ્લાય કરવામાં આવી રહ્યો હતો. પણ મોત સામેના જંગમાં રાહુલ હારી ગયો છે. બાળકની અંતીમ વિધી પણ બોરવેલમાં તેમના પરીવારની સંમતીથી કરવામાં આવી
