31 સિંહને જામવાલા એનિમલ કેર સેન્ટર ખાતે લવાયા
Live TV
-
ગીર જંગલ વિસ્તારમાં આવેલા દલખાણિયા અને જશાધાર રેન્જમાં છેલ્લા 10 દિવસમાં કુલ 10 સિંહના મોત થયા છે. આમ છેલ્લા 18 દિવસમાં કુલ 21 સિંહના મોત થયા છે. સતત થઈ રહેલા સિંહોના મોતને કારણે ચિંતિત વન વિભાગ મોતના કારણો જાણવામાં જોડાયું છે. કેટલાક સિંહોના મોત અંદરો અંદરની લડાઈમાં થયા છે તો કેટલાક સિંહોના મોત ફેફ્સા, લિવર અને કિડનીમાં ઈન્ફેક્સનને કારણે થયા છે. તો વન વિભાગના 2 હજારથી વધુ કર્મચારીઓની 140 ટીમે સમગ્ર ગીર જંગલની મુલાકાત લીધી. જેમાં 700થી વધારે સિંહ એકદમ તંદુરસ્ત જોવા મળ્યા છે. હાલ 31 સિંહને જામવાલા એનિમલ કેર સેન્ટરમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે
