અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડમાં સંડોવાયેલા સંજય ગુપ્તા વિરૂધ્ધ EDએ મની લોન્ડરિંગનો કેસ કર્યો
Live TV
-
ઈડીએ બુધવારે સંજય ગુપ્તાની આશરે 14 કરોડ રૂપિયાની સંપત્તીને ટાંચમાં લીધી
અમદાવાદ મેટ્રો રેલ કૌભાંડમાં સંડોવાયેલા ગુજરાત કેડરના પૂર્વ આઈએએસ અધિકારી સંજય ગુપ્તા વિરૂધ્ધ ઈડીએ મની લોન્ડરિંગનો કેસ કર્યો હતો. આ સમગ્ર મામલે ઈડી દ્વારા બુધવારે સંજય ગુપ્તાની આશરે 14 કરોડ રૂપિયાની સંપત્તીને ટાંચમાં લેવામાં આવી છે.. 1985ની બેચના આાઈએસએ અધિકારી રહી ચુકેલા સંજય ગુપ્તાની આ સંપતિમાં અમદાવાદમાં આવેલી હોટલ., દહેજના સેઝમાં આવેલો ઈન્ડસ્ટ્રી પ્લોટ અને નોઈડામાં આવેલા ફ્લેટનો સમાવેશ થાય છે.. ગત વર્ષે જ એજન્સીએ ગુપ્તા અને તેના પરિવાર સાથે સંકળાયેલી આશરે 36.12 કરોડ રૂપિયાની સંપત્તિ ફ્રીઝ કરી હતી.. સંજય ગુપ્તાએ ગાંધીનગરથી અમદાવાદને જોડતી મેટ્રો રેલ લિન્કના પ્રોજેક્ટમાં આશરે 113 કરોડ રૂપિયાની ઉચાપત કરી હોવાનો અગાઉ તેમના પર આરોપ લગાવવામાં આવ્યો હતો અને તેમની ધરપકડ પણ થઈ હતી. હાલ સમગ્ર મામલાની તપાસ ઈડી દ્વારા કરવામાં આવી રહી છે..
