રાજ્યની સોલાર પાવર પોલિસી-2015ને તા. 31મી ડિસેમ્બર-2020 સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય
Live TV
-
આ સમયાવધિ લંબાવવાને પરિણામે હવે રાજ્યના સોલાર પાવર પ્રોજેકટ ડેવલપર્સ કેપ્ટીવ પાવર પ્રોજેકટ, થર્ડ પાર્ટી સેલ માટેના સોલાર પાવર પ્રોજેકટ તેમજ MSME એકમો, ઔદ્યોગિક, વાણિજ્યિક હેતુ અને સરકારી કચેરીઓ, મકાનો પરના રૂફટોપ સોલાર પાવર પ્રોજેકટ વગેરે સ્થાપિત કરી શકશે
ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 31 માર્ચ-2020ના રોજ પૂર્ણ થનારી ગુજરાત રાજ્યની સોલાર પાવર પોલિસી-2015ને તા. 31મી ડિસેમ્બર-2020 સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રીએ જણાવ્યુ કે મુખ્યમંત્રીએ કોરોના મહામારીને પગલે રાજ્યનું અર્થતંત્ર ગતિશીલ રાખવા ગુજરાત આત્મનિર્ભર પેકેજ અન્વયે આ પોલીસીની અવધિ લંબાવવાનો નિર્ણય કર્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, આ સમયાવધિ લંબાવવાને પરિણામે હવે રાજ્યના સોલાર પાવર પ્રોજેકટ ડેવલપર્સ કેપ્ટીવ પાવર પ્રોજેકટ, થર્ડ પાર્ટી સેલ માટેના સોલાર પાવર પ્રોજેકટ તેમજ MSME એકમો, ઔદ્યોગિક, વાણિજ્યિક હેતુ અને સરકારી કચેરીઓ, મકાનો પરના રૂફટોપ સોલાર પાવર પ્રોજેકટ વગેરે સ્થાપિત કરી શકશે.
