છોટાઉદેપુરઃ દુમાલી પાસે બે કાર વચ્ચે અકસ્માત, 1નું મોત
Live TV
-
છોટાઉદેપુર - બૉડેલી રોડ ઉપર દુમાલી પાસે બે કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.
જેમાં છોટાઉદેપુર તરફ જતી કારના ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે આ કારમાં સવાર અન્ય એક વ્યક્તિને ગંભીર ઈજા થઈ હતી. જ્યારે અન્ય કારમાં સવાર છોટાઉદેપુરના એડિશનલ કલેક્ટર અને પ્રાયોજના અધિકારી વી.સી.ગામીતને પગમાં ઈજાઓ થઈ હતી.
જ્યારે તેમની કાર ચલાવી રહેલા ગોઝારીયા મોડલ શાળાનાં આચાર્ય મનહર પરમારને પણ ઇજા પહોંચી હતી જેથી તમામ ઈજાગ્રસ્તોને બોડેલીની અને ત્યારબાદ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં હતાં.
