Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય, AMCનું હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ધારક જ શાકભાજી વેચી શકશે

Live TV

X
  • હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતા શાકભાજીના ફેરિયાઓને લઇને અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

    રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગ દ્વારા આ મહામારીને નાથવા માટે કડક પગલા લેવામાં આવી રહ્યા છે. ત્યારે હવે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરના સુપર સ્પ્રેડરની વ્યાખ્યામાં આવતા શાકભાજીના ફેરિયાઓને લઇને અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.અમદાવાદના મનપા કમિશનર વિજય નહેરાએ આ અંગે વધુમાં જાણકારી આપતા કહ્યું હતું કે, અમદાવાદમાં દર અઠવાડીયે ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરવામાં આવશે, ત્યારબાદ તેમને સ્ક્રિનિંગ કરી કાર્ડ આપવામાં આવશે અને જે ફેરિયા પાસે આ કાર્ડ ન હોય તેને વેપાર કરવા દેવાશે નહીં. આ સાથે અત્યાર સુધીમાં કુલ 1409 શાકભાજીના વેચાણકર્તાને આ પ્રકારના કાર્ડ આપવામાં આવ્યા છે. 

    તમામ શાકભાજી ફેરિયાઓનું હેલ્થ સ્ક્રિનિંગ કરીને ખાસ એક કાર્ડ આપવામાં આવશે. જે કાર્ડ સ્ક્રિનિંગ કર્યાના 7 દિવસ સુધી માન્ય રાખવામાં આવશે. 7 દિવસ પછી ફરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સબઝોનલ ઓફિસમાં જઈને હેલ્થ સ્ક્રિનિંગ કરાવવું પડશે. જેની પાસે કાર્ડ નહીં હોય તેમને વેપાર કરવા દેવામાં નહી આવે. એટલુંજ નહીં હેલ્થ સ્ક્રિનિંગ માટે આવશે તેને સેનિટાઈઝર, માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ વિના મૂલ્યે આપવામાં આવશે.

    અમદાવાદના સુપર સ્પ્રેડર્સ માટે જે તે વોર્ડની સબ ઝોન ઓફિસમાં હેલ્થ ટીમ દ્રારા હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવશે. આ હેલ્થ સ્ક્રિનિંગ બાદ હેલ્થ વિભાગ દ્રારા ફેરિયાઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ઈશ્યુ કરવામા આવશે. આ કાર્ડ ના ધરાવતાં ફેરિયાઓ વેચાણ કરે નહીં તેની તકેદારી એસ્ટેટ ટીડીઓની ટીમ દ્રારા કરવામાં આવશે. જે ફેરિયાઓ હેલ્થ સ્ક્રિનિંગમાં અસ્વસ્થ જણાશે તેઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ઈસ્યુ કરવામાં આવશે નહીં.. તેઓ વેચાણ પણ કરી શકશે નહીં. સાતમા દિવસે તમામ ફેરિયાઓએ હેલ્થ ઓફિસ ખાતે જઈને ફરીથી હેલ્થ સ્ક્રિનિંગ કરાવી કાર્ડ રિવેલીડેટ કરાવવાનું રહેશે.આગામી 2 થી 3 દિવસમાં અમદાવાદ શહેરના શાકભાજીનું વેચાણ કરતાં તમામ ફેરિયાઓનું સ્ક્રીનિંગ આરોગ્ય તપાસ કરી હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આજે 1437 જેટલાં ફેરિયાનું સ્ક્રીનિંગ આરોગ્ય તપાસ કરીને 1409 જેટલાં ફેરિયાઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply