Skip to main content
Settings Settings for Dark

પરપ્રાંતીય મજૂરોને વતનમાં જવા માટે રાજકોટથી ટ્રેનની ખાસ વ્યવસ્થા કરાશે - રૈમ્યા મોહન, કલેક્ટર

Live TV

X
  • રેમ્યા મોહને કહ્યું કે પરપ્રાંતિયોને મોકલવા માટે ટ્રેનની વ્યવસ્થા અંગે હાલ વિચારણા ચાલી રહી છે. ચર્ચા બાદ આ અંગે નિર્ણય લેવામાં આવશે.

    સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં હાલની પરિસ્થિતિમાં પરપ્રાંતીય મજૂરોને વતનમાં જવા માટે ખાસ ટ્રેનની વ્યવસ્થા અમદાવાદ તેમજ સુરતથી શરૂ કરવામાં આવી છે. રાજકોટમાંથી પણ ટૂંક સમયમાં જ પરપ્રાંતીય મજૂરોને વતનમાં જવા માટે ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવનાર છે . રાજકોટ માં રહેલા મજુરોને આ તકે ધૈર્ય રાખવા રાજકોટ જિલ્લા કલેકટર સુશ્રી રેમ્યા મોહને જણાવ્યું છે. તેમ જ આશ્વસ્ત કરતા જણાવ્યું કે તમામ મજૂરોને વતનમાં જવા માટે સુચારૂ આયોજન કરવામાં આવશે.

    રાજકોટના પરપ્રાંતિયોને લઈ કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ કરી મહત્વની માહિતી આપી છે. ઉપરાંત, શહેરના ઓરેન્જ ઝોનમાં પ્રવેશ અંગે માહિતી શેર કરી છે.તેમણે કહ્યું કે પરપ્રાંતિયો તેમના વતન પરત જવા માંગતા હોય તો અમારો સંપર્ક કરે. પરપ્રાંતિયોને પરત મોકલવા માટે હાલ 10 ખાનગી બસને મંજૂરી આપવામાં આવી છે. જો કે એસટી બસની હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.તેમણે કહ્યું કે મધ્યપ્રદેશના લોકો જે હાલ રાજકોટમાં છે તેમને વતન પરત મોકલવા મંજૂરી અપાઈ છે. શ્રમિકોને પરત મોકલવા માટે હાલ કામગીરી કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply