Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સોશિયલ મિડીયા દ્વારા શહેરીજનોનું ક્રય્ં સંબોધતા

Live TV

X
  • અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા સોશિયલ મિડીયા દ્વારા શહેરીજનોને સંબોધતા જણાવ્યુ હતુ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેરને કોરોનાના સંકજામાંથી છોડાવવા માટે, રાત દિવસ મહેનત કરી રહ્યુ છે. ત્યારે કેટલાંક લોકો પોતાના સ્વાર્થ માટે વિરોધ પ્રદર્શન કરીને કામગીરીમાં અડચણ ઉભી કરી રહ્યા છે. તે ખુબ જ ખેદજનક બાબત છે. તેમણે કહ્યું કે જે લોકો વિરોધ કરે છે. તેમણે આ અસમાન્ય સંજોગોમાં પોતાના અંગત સ્વાર્થના બદલે બધાના હિતનો વિચાર કરવો જોઇએ. તેમણે સ્પષ્ટ કર્યુ હતુ કે શહેરીજનોની સુખાકારી માટે મનપા કોઇ બાંધ છોડ નહી કરે. તો સુપર સ્પ્રેડર્સને શોધવા માટે શહેરમાં અનેક ટીમ કામગીરી કરી રહી છે. સાથે સાથે તેમણે એ પણ સારા સમાચાર આપ્યા કે શહેરમાં સાજા થનારા વ્યક્તિઓની સંખ્યા ૧૦૧ પર પહોંચી છે. તો અમદાવાદ કોટ વિસ્તારના નવ વિસ્તારને કલ્સ્ટર ક્વોરન્ટાઇન કરાયા હતા. તે પૈકી સાત વિસ્તારને કલ્સ્ટર ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરીને તે વિસ્તારમાંથી બેરીકેટ હટાવી લેવામાં આવ્યા છે. તેમણે આ વિસ્તારમાં રહેતા ૧૦ હજાર લોકોનો સહયોગ બદલ આભાર માન્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply