Skip to main content
Settings Settings for Dark

ડે.કલેક્ટરની પરવાનગી લઇને એક્સપોર્ટની કામગીરી કરતા ઉદ્યોગો 25 એપ્રીલથી થઇ શકશે શરૂ : અશ્વિનીકુમાર

Live TV

X
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજીને રાજ્યની સ્થિતિ સામાન્ય બને તે માટે મહત્વના નિર્ણયો લીધા

    મુખ્યમંત્રીના સચીવ અશ્વિનીકુમારે ગાંધીનગર ખાતે પત્રકારોને માહિતી આપતા જણાવ્યુ હતુ, કે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ યોજીને રાજ્યની સ્થિતિ સામાન્ય બને તે માટે મહત્વના નિર્ણયો લીધા હતા. જેમાં રાજ્યમાં પ્લમ્બર, ઇલેક્ટ્રીશ્યન, મોટર મીકેનીક, કારપેન્ટર તેમજ અન્ય જરૂરી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો તેમનો વ્યવસાય ઝડપથી શરુ કરી શકે તે માટે પરવાનગી આપવા માટે જિલ્લાઓના કલેક્ટર્સને તાકીદ કરી છે.

    તો એક્સપોર્ટની કામગીરી સાથે સંકળાયેલા ઉદ્યોગો પણ, કેટલીક શરતોને આધિન કલેક્ટરની પરવાનગી લઇને આગામી ૨૫ એપ્રિલથી પોતાનો વ્યવસાય શરુ કરી શકશે. બીજો મહત્વનો નિર્ણય લેવાયો છે કે રાજ્યના ૬૬ લાખ પરિવારો ,જે NFSA હેઠળ આવે છે તેમને, આગામી ૨૫ એપ્રિલથી ૨૯મી એપ્રિલ દરમિયાન ,વ્યક્તિ દીઠ સાડા ત્રણ કિલો ઘંઉ ,અને દોઢ કિલો ચોખા ,વિના મુલ્યે આપવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply