કોરોના વાયરસના હોટસ્પોટ બનેલા રાજ્યના ત્રણ શહેર આજે થયાં કર્ફ્યુ મુક્ત
Live TV
-
કોરોના વાયરસના હોટસ્પોટ બનેલા અમદાવાદના કોટ વિસ્તાર, તથા સુરત અને રાજકોટના કેટલાક વિસ્તારમાં લગાવવામાં આવેલો કર્ફ્યુ આજે પૂર્ણ થઈ ગયો છે. ત્રણેય શહેર આજે કર્ફ્યું મુક્ત થયા છે. આ વિસ્તારમાંથી સતત કોરોનાના કેસ મળી આવતા હતા.અને સોશિયલ ડિસ્ટસિંગને અભાવ જોવા મળતો હતો.
જેના કારણે કર્ફ્યું લગાવાયો હતો. જેની મર્યાદા આજે 24 એપ્રિલે પૂર્ણ થઈ છે. અમદાવાદમાં 15 એપ્રિલથી 22 એપ્રિલ સુધી કર્ફ્યુની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ 22 એપ્રિલ પછી ,તેની મર્યાદા વધારી 24 તારીખ કરવામાં આવી હતી. તો સુરતના અલગ અલગ 5 વિસ્તાર અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં પોલીસ દ્વારા કર્ફ્યુ લગાવાયો હતો.
નોંધનીય છે કે, રાજ્યમાં ગઈકાલે કોરોના વાઇરસના 217 પોઝિટીવ કેસ નોંધાયા છે. તો 9 દર્દીઓનું સારવાર દરમ્યાન મૃત્યુ થયું છે. આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે 217 કેસ પૈકી, 151 કેસ અમદાવાદ શહેરના, 41 કેસ સુરત શહેરના છે. આ સાથે મરણનો કુલ આંક ,112 પહોંચ્યો છે. જેમાં 69 દર્દીઓના મરણ માત્ર અમદાવાદમાં નોંધાયા છે. અને અમદાવાદમાં કુલ પોઝિટીવ કેસની સંખ્યા 1 હજાર 652 પર પહોંચી છે.
તો સુરતમાં 456 કેસ નોધાયા છે. ગઈકાલે જે મરણ થયા હતા તેમાં અમદાવાદમાંથી સાત, વડોદરામાંથી એક અને સુરતમાંથી એક દર્દીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. ડો. જયંતિ રવિએ ઉમેર્યુ હતું ,કે અમદાવાદ શહેરમાં કોટ વિસ્તારની અંદર ટેસ્ટીંગની પ્રક્રિયા ખુબજ ઝડપી બનતા, કેસો શોધવામાં સફળતા મળી રહી છે.
