અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જુદાં-જુદાં ઝોન વાઇસ સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ
Live TV
-
કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ તેમજ અન્ય પદાધિકારીઓએ જીવરાજ પાર્ક ખાતેના બ્રિજની સફાઈ કામગીરી હાથ ધરી હતી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા છેલ્લા 1 અઠવાડિયાથી સમગ્ર શહેરમાં જુદાં-જુદાં ઝોન વાઇસ સફાઈ ઝુંબેશ શરૂ કરાઈ છે, જેમાં જે તે ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તેમજ સફાઈ કર્મચારીઓ, કોર્પોરેટર અને ધારાસભ્યો જોડાઈ રહ્યા છે.
જેનાં અંતર્ગત આજે અમદાવાદ શહેરના જુદાં-જુદાં ઓવરબ્રિજ, ફ્લાય ઓવર, અંડર પાસની સફાઈ ઝુંબેશનો કાર્યક્રમ રખાયો હતો. જે
માં અમદાવાદ પશ્ચિમ ખાતેના આસિસ્ટન્ટ કમિશનર રમેશ મેરજા અને વેજલપુર વિધાનસભાના ધારાસભ્ય અમિત ઠાકર સહિત કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓ તેમજ અન્ય પદાધિકારીઓએ જીવરાજ પાર્ક ખાતેના બ્રિજની સફાઈ કામગીરી હાથ ધરી હતી.
