સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનમાં 4 વધારાના કોચ લગાડવવા ભાવનગર રેલ્વે ડિવિઝનનો નિર્ણય
Live TV
-
1 સેકન્ડ એસી, 1 થર્ડ એસી અને 2 સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવામાં આવશે.
રેલ્વે વિભાગ દ્વારા હાલ વેકેશન ખુલતા જ વિવિધ ટ્રેનોમાં મુસાફરોની ભીડ વધી છે. મુસાફરોની સુવિધા માટે પોરબંદરના રેલ્વે સ્ટેશનેથી પ્રતિદિન ઉપડતી પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેનમાં વધારાના 4 કોચ કાયમી ધોરણે લગાડવવા ભાવનગર રેલ્વે ડિવિઝન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
પોરબંદરના રેલ્વે સ્ટેશનેથી પ્રતિદિન અનેક ટ્રેનો ઉપડે છે. આ ટ્રેનોમાં અનેક મુસાફરો મુસાફરી કરી રહ્યા છે. પોરબંદરના રેલ્વે સ્ટેશન ખાતે પ્રતિદિન પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન ઉપડે છે. આ ટ્રેનમાં પોરબંદર ઉપરાંત આસપાસના વિસ્તારમાં રહેતા મુસાફરો પણ મુસાફરી કરી રહ્યા છે. હાલ વેકેશન ખુલતા જ આ ટ્રેઇનમાં વેઈટીંગ પણ વધુ જોવા મળી રહ્યું છે જેથી મુસાફરોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે પોરબંદર-દાદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” ટ્રેન (19016/19015)માં કાયમી ધોરણે વધારાના 4 કોચ લગાવવામાં આવ્યા છે.
1 સેકન્ડ એસી, 1 થર્ડ એસી અને 2 સેકન્ડ સ્લીપર ક્લાસના વધારાના કોચ લગાવવામાં આવશે. ટ્રેન નંબર 19016/19015 પોરબંદર-દાદર-પોરબંદર “સૌરાષ્ટ્ર એક્સપ્રેસ” માં પોરબંદર સ્ટેશનથી 01.12.2023 થી અને દાદર સ્ટેશનથી 03.12.2023 થી ઉપરોક્ત તમામ વધારાના કોચ લગાડવામાં આવશે.
