અમદાવાદ રોજગાર કચેરી અને TCS દ્વારા સ્નાતક થયેલા ઉમેદવારો માટે ઓનલાઈન ટ્રેનીંગનું કર્યું આયોજન
Live TV
-
અમદાવાદ રોજગાર કચેરીએ વર્ષ 2018-2019 અને 2019-2020માં સ્નાતક થયા હોય તેવા ઉમેદવારોની રોજગારક્ષમતા વધારવા માટે ટાટા કન્સલ્ટન્સી સર્વિસની મદદથી ઓનલાઈન ટ્રેનીંગનું આયોજન કર્યું છે. આ ટ્રેનીંગમાં ઈંગ્લીશ કમ્યુનિકેશન, કમ્પ્યુટર સ્કીલ, કોર્પોરેટ એટીકેટ અને ઈન્ટરવ્યૂ આપવાની કળા જેવા વિષયો શીખવવામાં આવશે. આ તાલીમ ફ્રી રહેશે.
ઉમેદવારોએ તાલીમ કાર્યક્રમમાં ભાગ લેવા માટે ઝુમ એપ્લીકેશન ડાઉનલોડ કરવાની રહેશે અને 30 જુલાઈ,2020ના પ્રારંભિક સત્રમાં હાજરી આપવાની રહેશે. આ તાલીમ કાર્યક્રમનો આરંભ 04 ઓગસ્ટ, 2020એ થશે.
ઓનલાઈન ટ્રેઈનીંગ પાછળનો ઉદ્દેશ સ્પષ્ટ કરતા અમદાવાદના મદદનીશ નિયામક શ્રી વિજયવર્ગીય જણાવ્યુ હતુ કે યુવાનોમાં સ્કીલ વિકસાવવા માટે અમે ઓનલાઈન તાલીમનું આયોજન કર્યું છે, તેમની રોજગારક્ષમતામાં વધારો થશે.ઉમેદવારો આ માટે adeemp123[at]gmail[dot]com પર નોંધણી કરાવી શકે છે.
