Skip to main content
Settings Settings for Dark

કોરોનાનું સંક્રમણ રોકવા અમદાવાદ સિવિલમાં થઈ રહી છે આવી ઉત્તમ કામગીરી

Live TV

X
  • ચેપને ફેલાતો અટકાવવા તથા દર્દી દાખલ થાય ત્યારથી ડિસ્ચાર્જ સુધીની તમામ કામગીરી કરે છે પર્પલ બ્રિગેડ-ત્રણ શિફ્ટમાં સતત 24 કલાક કામ કરી પર્પલ બ્રિગેડ પુરુ પાડી રહી છે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ.

    વિશ્વવ્યાપી કોરોના મહામારીમાં અનેક લોકો સપડાઈ રહ્યા છે.ત્યારે સંક્રમણ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ન જાય અને ચેપનો ફેલાવો અટકાવવો હાલ સૌથી અનિવાર્ય છે.ત્યારે અમદાવાદ સિવિલમાં પર્પલ બ્રિગેડની ટીમ બનાવવામાં આવી છે.

    આ ટીમનું મુખ્ય કામ ઈન્ફેક્શન પ્રિવેન્શન એન્ડ કંટ્રોલનું નિયંત્રણ કરવાનો છે.1200 બેડ ડેડિકેટેડ હોસ્પિટલના રેસિડન્ટ મેડીકલ ઓફિસર ડૉ. સંજય કાપડિયાએ જણાવ્યું કે કોરોનાની સારવાર માટે દર્દી દાખલ થાય ત્યારથી લઈને સ્વસ્થ થઈને ઘરે જાય ત્યાં સુધી તેને અન્ય કોઈપણ પ્રકારનો ચેપ ન લાગે તે માટે વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.

    હોસ્પિટલમાં દર્દીને દરરોજ જંતુમુક્ત કરેલી અને સાફ કરેલી ચાદર, બાયો-મેડીકલ વેસ્ટનો નિકાલ, પોષણયુક્ત આહારની વ્યવસ્થા પણ પર્પલ બ્રિગેડ દ્વારા કરવામાં આવે છે.સિવિલ હોસ્પિટલના નર્સિંગ અધિક્ષક બી.કે.પ્રજાપતિ જણાવે છે કે છેલ્લા ચાર મહિનાથી પર્પલ બ્રિગેડની તમામ ઈન્ફેક્શન કંટ્રોસ નર્સ દ્વારા અભુતપૂર્વ કામગીરી કરવામાં આવી રહી છે. ખૂબ જ જોમ અને જુસ્સા સાથે તેઓ કામ કરી રહ્યા છે. ટીમ દ્વારા જનરલ વોર્ડ અને આઈ.સી.યુમાં મોનિટરિંગ તેમજ સર્વેલન્સની પણ કામગીરી પણ કરવામાં આવી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply