CM રૂપાણીનો નિર્ણય, 1 ઓગસ્ટથી માસ્ક ન પહેરનાર લોકોને થશે 500 રૂપિયાનો દંડ
Live TV
-
જાહેરમાં થૂંકનારા સામે પણ થશે કાર્યવાહી
મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી 1 ઓગષ્ટથી જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો ને તેમજ જાહેરમાં થૂકનારા લોકો, વ્યક્તિઓને 500 રૂપિયા નો દંડ કરવાનો નિર્ણય કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, હાલ આ દંડ ની જે રકમ રૂપિયા 200 છે તે 1 ઓગષ્ટ થી 500 રૂપિયા કરવા માં આવશે. મુખ્ય મંત્રીશ્રીએ નાગરિકો પ્રજાજનો ને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઇ શકે તે હેતુસર એવો પણ નિર્ણય કર્યો છે કે રાજ્યમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકો ને મળી શકશે.
