ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 1052 કેસ સાથે કુલ દર્દીઓનો આંક 56,874 થયો
Live TV
-
ગુજરાતમાં છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના પોઝીટીવના કુલ એક હજાર 52 કેસ નોંધાયા છે અને કુલ 22 દર્દીઓના સારવાર દરમિયાન મરણ થયા હતા. તો એક હજાર 15 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી હતી.
ગઇકાલે સુરતમાં નવ દર્દીઓના મરણ થયા છે. તો અમદાવાદમાં ચાર દર્દીઓના મૃત્યુ થયા હતા. ગઇકાલે સુરતમાં 259, અમદાવાદમાં 184, વડોદરામાં 96, રાજકોટમાં 74, સુરેન્દ્રનગરમાં 30, દાહોદ અને પાટણમાં 27-27, અમરેલીમાં 22, વલસાડમાં 19, આણંદ, કચ્છ અને પંચમહાલમાં 12-12, મહિસાગર અને મોરબીમાં 11-11 કેસ નોંધાયા હતા. રાજ્યમાં નોંધાયેલા મરણનો આંક 2 હજાર 348 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં નોંધાયેલા કુલ કેસનો આંક 56 હજાર 874 પર પહોંચ્યો છે.તો 41 હજાર 380 દર્દીઓના સારવાર બાદ રજા આપવામાં આવી છે.
