Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ

Live TV

X
  • કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે લોકો પોતાના ઘરમાં પરિવાર સાથે સુરક્ષીત રહે અને બિન જરૂરી ઘરની બહાર ન નીકળે  તે માટે રાજયના મોટા ભાગના જિલ્લામાં જિલ્લા કલેકટર દ્વારા કલમ-144 લાગુ કરી છે. તમામ કલેકટરોએ લોકોને સ્વયંમ શિસ્ત પાળીને ઘરમાં રહેવા અપીલ કરી છે. 

    નોંધનીય છે કે, વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત્ છે. અઢી લાખથી વધુ લોકો સંક્રમિત છે. મૃત્યુઆંક 10 હજારથી વધી ગયો છે. ઈટલીમાં મૃતકોની સંખ્યા  4 હજાર 32 થઈ છે. જ્યારે ફ્રાંસમાં 24 કલાકમાં , વધુ 78 લોકોના મોત થયા છે. વિશ્વમાં 2 લાખ 9 હજારથી વધુ લોકો કોવિડ-19થી સંક્રમિત થયાં હોવાનું જણાયું છે. અમેરિકામાં કોરોના વાયરસથી મરનારા લોકોની સંખ્યા , 150ને પાર પહોંચી છે. જ્યારે 10 હજાર જેટલા લોકો , સંક્રમિત થયા છે. ઇટલીમાં કોરોના વાયરસથી મૃત્યુ આંક વધીને 4 હજારને પાર થયો છે. ઇટલીમાં મૃતક આંક , ચીન કરતાં પણ વધારે થઇ ગયો છે. અમેરિકાના બે સાંસદોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. 

    ચીનમાં જાન્યુઆરીથી કોરોના વાયરસના કેસ નોંધાવાની શરૂઆત થઈ હતી. ત્યારથી લઈને પ્રથમ વખત એવું બન્યુ છે કે દેશમાં સંક્રમણનો એક પણ ઘરેલુ કેસ સામે આવ્યો નથી. જો કે વિદેશથી આવેલા લોકોમાં , 34 નવા કેસ નોંધાયા છે. ક્યુબામાં કોરોનાથી એક વ્યક્તિનું મોત થયું છે. બ્રાઝિલમાં એક મંત્રી સંક્રમિત થયા છે. ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી વિમાન કંપની , ક્વોન્ટાસે , પોતાની આંતર રાષ્ટ્રીય ઉડાન સેવા , બે મહિના સુધી રોકવાની ઘોષણા કરી છે. ઈરાનમાં અત્યાર સુધીમાં કોવિડ-19થી , 1,135 લોકો મોતને ભેટ્યા છે. તો દક્ષિણ કોરિયામાં કુલ 8,413 લોકો સંક્રમીત થયાં છે. આ તરફ સ્પેનમાં 600 લોકોનાં મોત થયાં છે. જ્યારે 13,700 સંક્રમીત જણાયા છે. બ્રિટનમાં 71 લોકો , કોરોના વાયરસના કારણે મૃત્યુ પામ્યાં છે. જ્યારે 2,000 જેટલાં લોકો સંક્રમણનો ભોગ બન્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply