કોરોનાને લઇને અમદાવાદના તમામ પાન-ગલ્લા, જિમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ રહેશે બંધ : મનપા કમિશનર
Live TV
-
અમદાવાદ સહિત રાજ્યમાં કોરોના વાયરસના સાત પોઝીટીવ કેસો મળી આવતા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન , એક્શન મોડમાં આવી ગયુ છે. મ્યુનિસપલ કમિશનર વિજય નહેરાએ પત્રકારોને , અગત્યની માહિતી આપતા જણાવ્યું હતું , કે જે પરિવાર , સ્વૈચ્છિક રીતે 14 દિવસ સુધી હોમ ક્વોરેન્ટાઇન રહેવા માંગતા હશે , તે તમામને દુધ, પાણી, શાકભાજી, અનાજ અને કરિયાણુ , અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે , અમદાવાદમાં ખાનગી, અને મ્યુનિ.ની માલિકીના તમામ જાહેર જીમ, ખાનગી ક્લબ, સ્વિમિંગ પૂલ પર , 31 માર્ચ સુધી પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. મ્યુનિસિપલ સિવિક સેન્ટર્સ પણ , 31 માર્ચ સુધી બંધ રહેશે.
આ ઉપરાંત 31 માર્ચ સુધી , તમામ પ્રકારના પાન-મસાલા ગુટખાના વેચાણ પર , પ્રતિબંધ મુકાયો છે. જાહેરમાં થૂંકવા પરનો દંડ , સોમવારથી રૂ. 500થી વધારીને , રૂ. 1000 કરાશે. દંડ ભરવામાં તકરાર કરનાર સામે , પોલીસ કાર્યવાહી કરી અટક કરાશે. રવિવારે સવારે 7થી રાત્રે 9 સુધી , જનતા કરફ્યુ માટે એએમસી હેઠળના વિસ્તારોમાં , AMTS, BRTS , સંપૂર્ણપણે બંધ રહેશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું , કે રવિવારે એએમસીના તમામ બાગ-બગીચા, કાંકરિયા લેક ફ્રન્ટ, ખાણી-પીણી બજારો, ઔદ્યૌગિક એકમો , વાણિજ્ય એકમો , હોટલ-રેસ્ટોરાંના એસોસિયેશનને , તમામ એકમો બંધ રાખવા પણ અપીલ કરી છે. રવિવારે ગુજરી બજાર, ત્રણ દરવાજા બજાર, પાનકોર નાકા બજાર, સિંધી માર્કેટ સહિતના , બધા બજારો સંપૂર્ણ બંધ રહેશે. તો મેયર બિજલ પટેલે જણાવ્યું હતું , કે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડ લાઇનનું , એએમસી દ્વારા કડકપણે પાલન કરાશે.
