અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનો કેટલા સ્વચ્છ તે અંગેનો સર્વે હાથ ધરવામાં આવ્યો
Live TV
-
અમદાવાદ શહેરના પોલીસ સ્ટેશનો કેટલા સ્વચ્છ છે. તે અંગેનો સર્વે ગુજરાત યુનિવર્સીટીની કે.એસ. બિઝનેસ સ્કુલ દ્વારા શહેરના ૫૦ પોલીસ સ્ટેશનોમાં હાથ ધરવામાં આવ્યો હતો. પોલીસ કમિશ્નર એ.કે.સિંઘ તથા ગુજરાત યુનિવર્સીટીના વાઈસ ચાન્સલર હિમાંશુ પંડ્યાના માર્ગદર્શન હેઠળ ૪૬ પ્રશ્નોની યાદી તૈયાર કરી શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોનો વિદ્યાર્થીઓએ સર્વે કર્યો હતો. આ સર્વેમાં 40 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આજે ગુજરાત યુનિવર્સાટી ખાતે યોજાયેલ એવોર્ડ સમારંભનાં. સ્વચ્છતા સર્વેમાં પ્રમુખ ત્રણ સ્થાન પ્રાપ્ત કરનાર સેટેલાઇટ પોલીસ સ્ટેશન, વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તથા દાણીલિમડા પોલીસ સ્ટેશનને સર્ટીફિકેટ આપીને પોલીસ કમિશ્નર તથા વાઈસ ચાન્સલર હસ્તે સન્માનિત કરવામાં આવ્યાં હતા.
