અરવલ્લીના મોડાસામાં 400 કુંડા તેમજ 400 માળાઓનું વિનામુલ્યે વિતરણ કરાયું
Live TV
-
અરવલ્લીના મોડાસામાં સુવાસની મહેક ફેલાવનાર મોહદ્દીષે આઝમ મિશન ઉનાળાના આગમન સાથે અબોલ પક્ષીઓના વહારે આવ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમીમાં નદી-નાળા સુકાઇ ગયા હોવાથી અબોલ પક્ષીઓ પાણી વિના કેટલીક વખત મૃત્યુ પામે છે. ત્યારે પક્ષીઓને સરળતાથી પાણી મળી રહે, અને લોકો પણ પોતાના મકાન આગળ પક્ષીઓ માટે પાણીના કુંડા લગાવે તે માટે મોહદ્દીષે આઝમ મિશન દ્વારા મોડાસાના માલપુર રોડ અને ડુંગરવાડા રોડ 400 કુંડા તેમજ 400 માળાઓનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું.
