Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ શહેરમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરવામાં આવશે.

Live TV

X
  • શહેરના અલગ-અલગ ગીચ વિસ્તારમાં જઇને ડ્રોન દ્વારા દવાનો કરાશે છંટકાવ

    અમદાવાદ શહેરમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરવામાં આવશે. એએમસી તથા ફાયર વિભાગ દ્વારા આ ડ્રોન તૈયાર કરાયું છે. જે શહેરના અલગ-અલગ ગીચ વિસ્તારમાં જઇને દવાનો છંટકાવ કરશે. હાલ શહેરમાં એક પછી એક કોરોનાવાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે એએમસી દ્વારા કલસ્ટર કોરાંટાઇન કરાયેલા વિસ્તારમાં ડ્રોનના માધ્યમથી દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ માહિતી આપતા જણાવ્યું હતું કે શહેરના અનેક વિસ્તારમાં દવાના છંટકાવ અને સેનેટાઈઝેશન કરવામાં આવી રહયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે હાલ એએમસી દ્વારા ડ્રોન દ્વારા કલસ્ટર વિસ્તારમાં દવાનો છંટકાવ કરાશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ડીસઇન્ફેક્શન કરવાની કામગીરી ચાલી રહી છે ત્યારે કલસ્ટર વિસ્તારમાં અવર-જવર માટે બંધ કરાયો છે. આથી આવા વિસ્તારોમાં ડીસઇન્ફેકશન કરવા માટે આ ડ્રોન મહત્વનું રહેશે. આમ શહેરમાં સાંકડી ગલીઓમાં પણ આ ડ્રોનની મદદથી દવાનો છંટકાવ કરી શકાશૅ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
apply