દિલ્હી મરકઝમાં ગયેલા 126ને ઓળખી લેવાયા, 8નો કોરોના રિપોર્ટ પોઝિટિવ, ગુજરાતના DGPએ આપી જાણકારી
Live TV
-
કવોરન્ટાઈન ભંગના 724 તથા અન્ય 162 ગુનાઓ મળી કુલ 2343 ગુનાઓ
દિલ્હી મરકઝ મામલે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે, રવિવાર સુધી ગુજરાતમાં 126 નાગરિકોની ઓળખ કરાઈ છે. તે પૈકી 8 નાગરિકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે જે તમામ આઠેય વ્યક્તિઓ અમદાવાદની છે. પરત આવેલી વ્યક્તિઓમાંથી એક વ્યક્તિ લોકડાઉનના સમયગાળા દરમિયાન આવેલી હોવાથી લોકડાઉનના ઉલ્લંઘન બદલ ગુનો દાખલ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગના 1457 અને કવોરન્ટાઈન ભંગના 724 તથા અન્ય 162 ગુનાઓ મળી કુલ 2343 ગુનાઓ આજ રોજ દાખલ કરવામાં આવ્યા છે. જે અંતર્ગત 3918 વ્યક્તિઓની અટકાયત કરાઈ છે અને 18430 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે તેમ તેમણે ઉમેર્યું હતું.ડ્રોન
સર્વેલન્સના ફૂટેજના આધારે ગઈકાલે 335 ગુના સહિત આજદિન સુધી 3648 ગુના નોંધીને 4385 આરોપીની અટકાયત કરાઈ છે. એવી જ રીતે સીસીટીવી ફૂટેજના આધારે ગઈકાલે 55 ગુના નોંધીને 105 વ્યક્તિની અટક સાથે આજ સુધીમાં 243 ગુના નોંધીને 505 આરોપીની ધરપકડ કરાઈ છે.
