કોરોના મહામારી સામે લડવા રાજ્યના તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પગારના 30 ટકા રકમ આપશે - વિજય રૂપાણી
Live TV
-
કોરોના સામે લડવા રાજ્યના તમામ મંત્રી-MLAના પગારમાં 30 %નો કાપ, ધારાસભ્યોની 1.50 કરોડની ગ્રાન્ટનો પણ ખર્ચ કરાશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કોરોનાની મહામારી સામે લડવાના ખર્ચના સંદર્ભમાં બે મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે. આ ઉપરાંત, રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમ.એલ.એ - લેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે નાગરિકોના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે.મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે કેન્દ્રની મોદી સરકારે બે વર્ષ સુધી સાંસદોના પગારમાં 30 ટકા કાપ કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં
અને MP લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યા છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.
