Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સહિત  સમગ્ર ગુજરાતમાં  કાળઝાળ ગરમીનો કેર યથાવત્

Live TV

X
  • અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં  કાળઝાળ ગરમીનો કેર યથાવત છે. રવિવારે ગરમીનો 17 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો હતો. તો સોમવારે સૌથી વધુ ગાંધીનગર અને અમરેલીમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરેન્દ્રનગરમાં તાપમાન  43.3 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે રાજકોટમાં 42  અને અમદાવાદમાં  43.7 ડિગ્રી તાપમાન નોંધાયુ હતું. બીજા  5 શહેરોમાં તાપમાન 40-43 ડિગ્રી વચ્ચે હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે  આગામી બે દિવસ હીટ વેવની આગાહી કરી છે. જેમાં અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સાબરકાંઠા સુરત ભાવનગર વેરાવળ પોરબંદર રાજકોટ અમરેલી સુરેન્દ્રનગર કચ્છ અને દીવનો સમાવેશ થાય છે. ડી-હાઈડ્રેશનના કેસોમાં વધારો થતા કોર્પોરેશન દ્વારા  શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે ગરમીના સમયે વધુમાં વધુ પ્રમાણમાં પાણી છાશ અને પ્રવાહીનું સેવન કરવું હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું. જ્યારે નાના બાળકો વૃદ્ધો અને ગર્ભવતી સ્ત્રીઓએ ઘરેથી નીકળવાનું ટાળવું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply