Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં  હાલ ગરમીનું સામ્રાજ્ય, રાજ્યમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ

Live TV

X
  • ગુજરાતમાંહાલ ગરમીનું સામ્રાજય ચાલી રહ્યું છે ત્યારે ભવિષ્યમાં પીવાના પાણીની સમસ્યા અંગે સૌ કોઈ ચિંતિત છે ત્યારે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ છે કે રાજ્યમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે જણાવ્યુ હતું કે નર્મદા યોજનામાં પાણીનો જથ્થો  પૂરતાં પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યારે નાગરિકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે સરકાર દ્વારા આયોજન કરાયું છે. તેમણે જણાવ્યુ હતું કે આગામી ૩૦ જુલાઇ સુધી પીવા ઘર વપરાશના પાણી માટે  પૂરતું આયોજન છે. ગુજરાતમાં નર્મદા આધારિત ૮૯૧૧ગામો  ૧૬૫ શહેરો અને ૬ મહાનગર પાલિકામાં  નર્મદાનું પાણી અપાઈ રહ્યું છે. જે અંતર્ગત દરરોજનો  ૩૭૫ કરોડ લીટર જથ્થો પીવાના પાણી માટે  વિતરણ થઈ રહ્યો છે. આ ઉપરાંત રાજ્યમાં ગાંધીનગર ખાતે પીવાના પાણીની ફરિયાદ નિવારણ માટે  ટોલ ફ્રી નંબર -૧૯૧૬ અને ફ્રી હેલ્પ લાઇન ૨૪ કલાક કાર્યરત કરાઈ છે. જેના થકી ગ્રામ્ય વિસ્તારમાં  પીવાના પાણીના પ્રશ્નો અંગેની ફરિયાદોનું  ઝડપથી નિરાકરણ લાવી શકાશે. 

    ઉનાળો હોય અને ગરમીની વાતના નિકળે એવું થોડું બને ?  છેલ્લા દસ -બાર દિવસથી ચુમાલીસ-પીસ્તાલીસ ડિગ્રી તાપમાન થયુ છે ત્યારે ખૂબ ઓછા લોકોને ખબર હોય છે કે  હવામાનના તાપમાન કરતા પણ રોડનું તાપમાન ખૂબ ઉંચુ હોય છે. હવામાન અને રોડ પરના તાપમાનમાં  સામાન્ય રીતે  પંદરથી - વીસ ડિગ્રીનો મોટો તફાવત હોય છે. વિદ્યાનગર સ્થિત  નેચર ફાઉન્ડેશનના સભ્યો દ્વારા  આજે વિદ્યાનગરના રોડ પર  આધુનિક ઉપકરણો દ્વારા  જુદી જુદી જગ્યાનું તાપમાન માપવામાં આવ્યું હતું.  જેમાં આ વિગત બહાર આવી છે.  આ ચકાસણી કરવા પાછળનો હેતુ  રોડ પર ચાલતા લોકોએ  કેવા પ્રકારની કાળજી રાખવી  તે હતો.  કારણ કે સામાન્ય રીતે કારનો ઉપયોગ કરતા લોકો  કાર ખુલ્લામાં પડી હોય ત્યારે તરત દરવાજો ખોલીને  બેસી જતા હોય છે  પણ ક્યારેક  આ બાબત  તેમના જીવ માટે  જોખમરૂપ પણ સાબિત થઈ શકે છે. કારની અંદરનું તાપમાન  બહારના તાપમાન કરતાં અંદાજે  બારથી સત્તર ડિગ્રી વધુ હોય છે.

    રાજ્યભરમાં હિટ-વેવની સ્થિતિ સર્જાઈ રહી છે  જેને લઇ  મોટાભાગના શહેરોમાં  ગરમીનો પારો  40 ડીગ્રીથી વધુ નોંધાઇ રહ્યો છે.  રાજ્યભરમાં સર્જાઈ રહેલી  હિટ-વેવની સ્થિતિને લઈ  સામાન્ય માનવી તો ઠીક  પરંતુ અબોલ પશુઓ  અને પ્રાણીઓની સ્થિતિ પણ  દયનીય બની રહી છે. ત્યારે  અબોલ પ્રાણીઓ માટે  સુરતના સરથાણા નેચર પાર્કમાં  અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ છે. 

    રાજ્યમાં પડી રહેલી અસહ્ય ગરમીથી લોકો પરેશાન છે.  તો આ ગરમીથી  અબોલ પશુ-પક્ષીઓ પણ  બાકાત રહ્યા નથી.ત્યારે  ગાંધીનગરના ઈન્દ્રોડા નેચર પાર્ક  તેમજ અમદાવાદના  કાંકરીયા પ્રાણી સંગ્રહાલયમાં પશુ-પક્ષીઓ  તેમજ સરી-સૃપો  હીટ વેવનો ભોગ ના બને તે માટે  ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply