Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સહિત ગુજરાભરમાં તીવ્ર ઠંડીનું મોજુ

Live TV

X
  • આવનારા અડતાલીસ કલાક સુધી હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે અને તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળી શકે છે.

    અમદાવાદ સહિત ગુજરાભરમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને કચ્છ, ભાવનગર, વલસાડ, સુરત, ગાંધીનગર અને અમદાવાદમાં કોલ્ડવેવનું મોજુ ફરી વળ્યું છે. આવનારા અડતાલીસ કલાક સુધી હવામાન વિભાગ દ્વારા કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે. અને તાપમાનમાં નજીવો ફેરફાર જોવા મળી શકે છે. ગાંધીનગરનું લઘુત્તમ તાપમાન 6.5ની આસપાસ નોંધાયું છે. આગામી બે દિવસ દરમ્યાન તાપમાનમાં બે થી ત્રણ ડીગ્રીનો ઘટાડો થઇ શકે છે. તેમ હવામાન વિભાગે જણાવ્યું છે.દરમિયાન ઉત્તર ભારત સહિત સમગ્ર દેશમાં જોરદાર ઠંડી પડી રહી છે. કાશ્મીરથી લઈ ઉત્તરપ્રદેશ સહિતના પ્રદેશમાં સામાન્ય જીવન અસ્તવ્યસ્ત થઈ રહ્યું છે. શ્રીનગરમાં ઠંડીએ ત્રણ દાયકાનો રેકોર્ડ તોડ્યો છે. તો રાજધાની દિલ્હીમાં ન્યુનતમ તાપમાન 3.4 ડિગ્રી સુધી ઘટ્યું છે. જે સામાન્ય હવામાનથી ચાર ડીગ્રી ઘટેલું છે. હવામાન વિભાગનું કહેવું છે કે વર્ષ 2014 બાદ દિલ્હીમાં આ ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ રહ્યો છે. ત્યાર હવામાન વિભાગે જણાવ્યું છે કે પહેલી જાન્યુઆરી સુધી ઉત્તરભારતમાં શીત લહેરનો પ્રકોપ યથાવત રહેશે. અને પહાડો પર બરફવર્ષા પણ થશે. જેથી દિલ્હી, હરિયાણા, ઉત્તરપ્રદેશ અને પંજાબના લોકોને હાલ ઠંડીથી છુટકારો મળે તેવી કોઇ શક્યતા નથી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
apply