નવસારી શહેર અને જિલ્લામાં સદીનું સૌથી નીચું તાપમાન ૪.૫ ડિગ્રી
Live TV
-
ઠંડીથી બચવા લોકો તાપણું સહિત ગરમ વસ્ત્રો પહેરીને , રક્ષણ મેળવી રહ્યા છે. સાથે ખુલ્લા અને જાહેર માર્ગો પર બહાર નીકળવાનું ટાળીને , ઘરમાં બેસીને સમય પસાર કરી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં બરફની સફેદ ચાદર સાથે , ઉત્તર ભારત સહિત દેશની રાજધાની દિલ્હીમાં પડી રહેલી ,, કાતિલ અને હાડ થીજાવતી ઠંડીનું મોજું , ગુજરાતમાં પણ અસર કરી ગયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના નવસારી શહેર અને જિલ્લામાં , સદીનું સૌથી નીચું તાપમાન ૪.૫ ડિગ્રી નોંધાતા , લોકો ઠુંઠવાઈ ગયા છે. ઠંડીથી બચવા લોકો તાપણું સહિત ગરમ વસ્ત્રો પહેરીને , રક્ષણ મેળવી રહ્યા છે. સાથે ખુલ્લા અને જાહેર માર્ગો પર બહાર નીકળવાનું ટાળીને , ઘરમાં બેસીને સમય પસાર કરી રહ્યા છે. નવસારી કૃષિ યુનિવર્સિટી વિભાગના હવમાન ખાતાએ , અનુમાન લગાવ્યું છે, કે હજી પણ ત્રણ થી ચાર દિવસ , ઠંડીનું મોજું , લોકોને ઠંડો ચમકારો કરાવશે.
