Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે વરસાદ, તંત્ર સાબદું

Live TV

X
  • ભરુચ, વલસાડ, નવસારી, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં વરસાદને કારણે લોકો ભોગવી રહ્યાં છે હાલાકી

    અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં કાલે રાતથી જ સતત વરસાદ ચાલુ છે. ભરુચ, વલસાડ, નવસારી, તાપી, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં વરસાદને કારણે લોકો હાલાકી ભોગવી રહ્યાં છે. ભારે વરસાદને કારણે લોધિકા,વીંછીયા,પડધરી, ગોંડલ, કોટડા સાંગાણી, જસદણ અને રાજકોટ તાલુકાની સરકારી અને ખાનગી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી પહેલીવાર 131.20 પહોંચ્યા પછી દરવાજા ખોલવામાં આવ્યાં હતાં. જેમાંથી છ લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. ડેમમાંથી પાણી છોડવામાં આવતાં ભરુચ અને નર્મદા જિલ્લાના ગામને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીની જળ સપાટીએ વોર્નિગ લેવલ બતાવ્યું હતું.  નર્મદાની સપાટી 22 ફૂટે પહોંચી છે. જેથી 3 ગામોમાં સ્થળાંતર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

    અત્યાર સુધી અમદાવાદમાં 15 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કલેક્ટર વિક્રાંત પાંડે દ્વારા શહેરીજનોને વરસાદમાં ખાસ સાવચેતી રાખવાની અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત સાબરમતીમાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે. જો વાત કરવામાં આવે વડોદરાની તો શહેરમાં વિશ્વામિત્રીની જળસપાટી પણ સતત વધી રહી છે. ગઈકાલે જળસપાટી 23 ફૂટ હતી જ્યારે આજે 25 ફૂટ થવા પામી છે. આજવામાં આવેલા નવા નીરના કારણે સતત વધારો થઈ રહ્યો છે. ગઈકાલ રાતથી જ નીચાણવાળા વિસ્તારમાં રહેલા લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યાં છે.

    જામનગર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ચાલું છે. જામનગર જિલ્લાના લાલપુરમાં 6 ઈંચ, ધ્રોલમાં 6 ઈંચ, અને જોડિયામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના શહેરોને પૂરુ પાડતા ડેમ રણજીત સાગર, આજી 4, ભાલવડી ડેમમાં પણ નવા નીરની આવક શરુ થઈ છે. જોડિયા ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યાં છે. જામજોધપુર અને લાલપુર તાલુકામાં વરસાદ ઓછો હતો જોકે, હવે સમગ્ર જિલ્લામાં મેઘમહેર થતાં ખેડૂતોમાં પણ હર્ષની હેલી છે. છોટા ઉદેપુરમાં છેલ્લા 3 દિવસથી ભારે વરસાદ હતો. ગત રાતથી વરસાદનું જોર વધ્યું છે. બોડેલીમાં 4, નથવાડીમાં 3 જ્યારે સંખેડામાં સાડા 3 ઈંચ વરસાદ થયો છે. વહીવટીતંત્ર સાબદું થયું છે. એનડીઆરએફની એક ટીમને પણ ખડેપગે રાખવામાં આવી છે.

    તાપી જીલ્લામાં છેલ્લા 24 કલાકમાં 3થી સાડા 3 ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પણ પાણીની નવી આવક થઈ છે. જેથી તેના 11 દરવાજા ખોલીને 75000 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેથી તાપી નદીની આસપાસમાં રહેતા વિસ્તારોના લોકોને પણ એલર્ટ કરવામાં આવ્યાં છે. જો વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટમાં અત્યાર સુધીમાં 22 ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે છેલ્લા 24 કલાકમાં 7 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના તમામ ગરનાળાઓ પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે. ન્યારી ડેમમાં બે ફૂટ જેટલા દરવાજા પાણી ખોલવામાં આવ્યાં હતાં અને 14500 ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. વધુ વરસાદની આગાહીના કારણે તંત્ર પણ સજ્જ થયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply