Skip to main content
Settings Settings for Dark

રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં મેઘમહેર યથાવત

Live TV

X
  • નર્મદા, ઓરસંગ, તાપી અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક . કાંઠા વિસ્તારના ગામોને કરાયા એલર્ટ . NDRFની 18 ટીમો અને SDRFની 11 ટીમો તહેનાત. 10 ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી.

    હવામાન વિભાગે કરેલી આગામી ચાર દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાચી પડી છે. બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના અનેક જિલ્લાના વાતાવરણમાં પલટો નોંધાયો છે. મધ્ય, દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ રાતથી ભારે વરસાદ પડતાં વાતાવરણ આહલાદક બની ગયું છે. ઉત્તર ગુજરાતના અરવલ્લી, શામળાજી, મોડાસા, માલપુર, ધનસુરામાં વરસાદ પડ્યો છે. સાબરકાંઠાના વિજયનગરમાં 24 કલાકમાં સૌથી વધુ 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં તાપી, નર્મદા, ડાંગમાં વરસાદ પડ્યો છે. જ્યારે પંચમહાલના હડફ ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર બાજુ પણ વરસાદ પડ્યો છે. 10 ઓગસ્ટે હવામાન વિભાગે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. વરસાદની આગાહીના પગલે તંત્રએ એલર્ટની સાથે NDRF ની 17 ટીમને અલગ અલગ વિસ્તારોમાં તૈનાત કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply