અમદાવાદ સહિત 5 મહાનગરપાલિકાનું નવું સીમાંકન કરાયું, જાણો વિગત
Live TV
-
અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, રાજકોટ અને ગાંધીનગર મહાનગરપાલિકામાં નવું સીમાંકન કરાયું છે. જેમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બોપલ-ઘુમા, ચીલોડા-નરોડા, કઠવાડા, ખોરજ, ખોડિયાર, સનાથલ, વિસલપુર, અસલાલી, ગેરતપુરનો સમાવેશ કરાયો છે.
જ્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વડોદરા ગ્રામ્યના 7 ગામનો સમાવેશ કરાયો છે. જેમાં ભાયલી, સેવાસી, વેમાલી, બિલ, કરોડિયા, ઉંડેરા અને વડદલાનો સમાવેશ થાય છે. આ સાથે પેથાપુર, કુડાસણ, રાયસણ, રાંદેસણ, સરગાસણ, કોબા, વાસણા હડમાટિયા, વાવોલ, કોલવડા, પોર, અંબાપુર, અમિયાપુર, ભાટ, સુઘડ, ઝુંડાલ, ખોરજ, કોટેશ્વર, નભોઈ અને રાંધેજાનો ગાંધીનગર મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે.
તેમજ ગુડામાં આવતા તારાપુર, ઉવારસદ, ધોળાકુવા, ઈન્દ્રોડા, લવારપુર, શાપુર, બસાણ ગામના કેટલાક વિસ્તારોને પણ ગાંધીનગર કોર્પોરેશનમાં સમાવવામાં આવ્યા છે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકામાં મોટામવા, મુંજકા, ઘંટેશ્વર અને માધાપરનો સમાવેશ કરાયો છે. તેમજ ભાવનગર મહાનગર પાલિકામાં અધેવાડા ગ્રામ પંચાયતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
