અમદાવાદ-સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે UPSC, GPSCના વિદ્યાર્થીઓનો સત્ર પ્રારંભ સમારોહ
Live TV
-
કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ખાસ ઉપસ્થિત રહ્યા
અમદાવાદના નિકોલ ખાતે ,સરદારધામ કેળવણી મંડળ સંચાલિત /સિવિલ સર્વિસ કેન્દ્ર ખાતે UPSC, GPSCના વિદ્યાર્થીઓનો સત્ર પ્રારંભ સમારોહ ,યોજાયો હતો.આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ખાસ ઉપસ્થિત રહી ,વિદ્યાર્થીઓનું માર્ગદર્શન આપ્યું હતું.પોતાના સંબોધનમાં મુખ્યમંત્રીએ કહ્યું ,કે સમાજથી સેવા કલ્યાણ, સુખાકારીની ભાવના જ ,આપણા દેશની સાચી વિરાસત છે.આપણો દેશ વિશ્વનો સૌથી યુવાન દેશ છે.મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું ,કે સરદારધામ વિશ્વ પાટીદાર સંસ્થા દ્વારા ,સમાજના બેરોજગાર યુવાનોને ,સ્વાવલંબી બનાવવા માટે, જે કામગીરી થઈ રહી છે ,તે પ્રસંશનીય છે. સંસ્થા દ્વારા વાઈબ્રન્ટ ગુજરાતની સમકક્ષ, બિઝનેસ સમિટનું આયોજન કરાયું છે, તે કોઈ પણ સમાજ દ્વારા આયોજિત /વિશ્વનું સૌથી મોટું વ્યાપાર સંમેલન છે. મુખ્યમંત્રીએ UPSC, GPSCની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને ,જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું.તો આ કાર્યક્રમમાં સમાજના સાંસદો અને મંત્રીઓનું સન્માન પણ, સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.
