વલસાડ રેલવે સ્ટેશનનો ન્યૂ હેરિટેજ લુક
Live TV
-
રેલવે વિભાગ દ્વારા એક અલગ જ હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે
રાજ્યના વલસાડ રેલવે સ્ટેશનને રેલવે વિભાગ દ્વારા એક અલગ જ હેરિટેજ લુક આપવામાં આવી રહ્યો છે., બ્રિટિશશાસન કાળ સમયના આ રેલવે સ્ટેશનને બ્રિટિશશાસન કાળ સમયનો આકાર આપવામાં આવી રહ્યો છે. બહારથી આ રેલવે સ્ટેશન લોકોને હેરિટેજની યાદ અપાવશે તો અંદરથી અત્યાધુનિક સુવિધાથી સજ્જ જોવા મળશે. જેમાં એર કન્ડિશન વેઈટીંગ રુમ,પાર્કિગની સુવિધા, વાઇફાઇ, વર્ટિકલ ગાર્ડન જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. સ્ટેશનની બહાર સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યો છે. જ્યાં મુકાયેલું જૂનું એન્જીન લોકો અને પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ વલસાડના આ હેરિટેજ લુક ધરાવતા રેલવે સ્ટેશનનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરીને સરાહના કરી હતી.
